HomeNationalમોદીએ પાવાગઢમાં દર્શન કરી કહ્યું, સપનુ સિદ્ધ થયું એની આનંદ

મોદીએ પાવાગઢમાં દર્શન કરી કહ્યું, સપનુ સિદ્ધ થયું એની આનંદ

માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો છે. સદીઓ અને યુગ બદલાઇ પરંતુ આસ્થાનુ શિખર સર્વોચ્ચ રહે છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. કેદારધામ અને કાશીમાં પણ ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.

પાવાગઢમાં મોદી: યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેઓએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ મંદિરને નિહાળ્યુ હતું. સપનુ સંકલ્પ બનતુ હોય અને તે સિદ્ધ થતુ હોય તો આનંદ થાય છે. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે. 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. એવું તેમણે સંબોધનમાં કહ્યું.

દરેકને ગર્વ: આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનુ પ્રતિક નથી, પણ સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે તેનુ પ્રતિક છે. અયોધ્યા, કાશી, કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પોતાની પ્રાચીન ઓળખને પણ ઉમંગથી જીવી રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે.

એક સમયે અહીં માતાના ચરણોમાં લગ્નની કંકોતરીઓ મૂકાતી, અને બાદમાં નિમંત્રણ માતાની સામે વંચાવાતી હતી. તેના બાદ નિમંત્રણ મોકલનારને શુભેચ્છા જતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. માતાના આર્શીવાદ વગર તે સંભવ ન હતું. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપ્યુ, પણ ગર્ભગૃહનુ મૂળ સ્વરૂપ એવુ જ રખાયુ છે. લોકોએ અહી મળીને કામ કર્યું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW