HomeGujaratઅઠવાડિયાના અંતિમ દિવસોમાં પણ શેર માર્કેટમાં કડાકો, જોઈ લો આ રિપોર્ટ

અઠવાડિયાના અંતિમ દિવસોમાં પણ શેર માર્કેટમાં કડાકો, જોઈ લો આ રિપોર્ટ

શેરબજારમાં ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે સેન્સેક્સ નિફ્ટીમાં આવેલા જબરદસ્ત ઘટાડા બાદ આજે પણ શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે. આઈટી શેરોમાં તીવ્ર ઘટાડો બજારને નીચે ખેંચી ગયો છે અને ઓટો શેરો પણ કડાકો બોલતા નિફ્ટી અને સેન્સેક્સમાં કડાકો જોવા મળી રહ્યો છે.

સીધો ઘટાડો: શુક્રવારના કારોબારમાં, BSE સેન્સેક્સ 313.80 પોઈન્ટ્સ અથવા 0.61 ટકાના ઘટાડા પછી 51,181 પર ખુલ્યો અને NSE નિફ્ટી 87.95 પોઈન્ટ્સ અથવા 0.57 ટકાના ઘટાડા પછી 15,272.65 પર ખુલ્યો.

કડાકો: કારોબારમાં નિફ્ટીએ બજાર ખુલ્યાની 15 મિનિટની અંદર 100થી વધુ પોઈન્ટ ડાઉન થયો છે. નિફ્ટી 106.45 પોઈન્ટ એટલે કે 0.69 ટકા ઘટીને 15,254ના સ્તર પર આવી ગયો છે. નિફ્ટીના 50માંથી માત્ર 8 શેર જ તેજીના લીલા નિશાનમાં આગળ વધી રહ્યા છે. તે જ સમયે, 42 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 218.95 પોઈન્ટ્સ અથવા 0.67 ટકાના ઘટાડા પછી 32,398 ના સ્તર પર ટ્રેડિંગ થઈ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW