HomeGujaratભાવનગરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ, ખાસ બેઠક યોજાઇ

ભાવનગરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ, ખાસ બેઠક યોજાઇ

ગુજરાતમાં અમદાવાદ બાદ મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, છેલ્લા 36 વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે 37 મી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે. પૂર્ણ ધાર્મિક શ્રધ્ધા સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ રથયાત્રાના રૂટમાં આવતાં ઝાડવાઓના કટીંગ, સતત લાઇટનો પુરવઠો જળવાય, રસ્તાની સફાઇ થઇ જાય, રસ્તામાં અડચણરૂૂણ વાયરો દૂર કરવામાં આવે, પાણીની સગવડ સચવાય વગેરે રથયાત્રા સંલગ્ન કામગીરી વિશે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું રથયાત્રા સમિતિના હરૂભાઇ ગોંડલીયાએ આ રથયાત્રામાં ટ્રકો સાથે સામાજિક જાગૃતિ, રાષ્રીઆાય પ્રેમ, ધાર્મિક ઉત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ ઝાંખીઓ પણ રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, ડી.વાય.એસ.પી. શ્રી ડી.ડી. ચૌધરી, રથયાત્રા સમિતિના સભ્યો હાજર રહ્યા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW