મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થયો છે જોકે શહેરી વિસ્તારમાં માત્ર ઝાપટા પડ્યા હોવાથી દિવસભર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યી હતો બુધવારે સવારે પણ આસહ્ય બફારો અનુભવ્યો હતો જોકે 10 વાગ્યાની આસપાસ શહેરમાં અચાનક વાદળ ઘેરાયા હતા અને હળવું ઝાપટું વરસી ગયું હતું અચાનક થયેલ વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા બફારામાંથી પણ રાહત મળી હતી

