અદાણીએ હાથ મીલાવ્યા: અદાણી ઔદ્યોગિક સમૂહ અને ફ્રાન્સની ટોચની ઉર્જા કંપની ટોટલ એનર્જીસે દુનિયાની વિરાટકાય ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના સંયુક્ત નિર્માણ માટે એક નવી ભાગીદારીના મંગલાચરણ માટે સમજૂતી સાધી છે. આ વ્યુહાત્મક જોડાણમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)માંથી ટોટલ એનર્જીસ અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL)માંનો ૨૫ ટકા લઘુત્તમ હિસ્સો હસ્તગત કરશે.
અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ. (અનિલ) વાર્ષિક ૧ મિલીઅન ટન ગ્રીન હાઇડ્રોઝન અનુ તેને આનુસાંગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે શરુઆતના તબક્કે ૨૮ બિલિઅન યુએસ ડોલરના રોકાણ સાથે આગામી ૧૦ વર્ષમાં ૫૦ બિલીઅન ડોલરનું રોકાણ કરશે.
ઓછા ખર્ચે ઇલેક્ટ્રોનનું ઉત્પાદન: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “અદાણી-ટોટલ એનર્જીસ વચ્ચેના સંબંધોનું વ્યૂહાત્મક મૂલ્ય વ્યાપાર અને મહત્વાકાંક્ષા એમ બંને કક્ષાએ અપાર છે. “વિશ્વનમ સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન પ્લેયર બનવાની અમારી સફરમાં, ટોટલ એનર્જીસ સાથેની ભાગીદારી સંશોધન અને વિકાસ, બઝારની પહોંચ અને આખરી ગ્રાહક માટેની સમજૂતિ સહિતના અનેક પરિમાણો ઉમેરે છે. આ ભાગીદારી મૂળભૂત રીતે અમોને બજારની માંગને આકાર આપવા માટે મોકળાશ આપે છે. આ કારણે જ મને અમારી ભાગીદારીનું સતત વિસ્તરણ આટલું ભવ્ય મૂલ્ય જકડી રાખે તેવું જણાયું છે. વિશ્વના સૌથી ઓછા ખર્ચે ઈલેક્ટ્રોનનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતા ઉપર અમારો મજબૂત ભરોસો અમોને વિશ્વના સૌથી ઓછા ખર્ચે ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની અમારી ક્ષમતાને આગળ દોરી જશે. આ ભાગીદારી અનેક આકર્ષક સ્ત્રાવ માર્ગોને ખોલશે.”
In our journey to be the world's largest Green H2 player, the partnership with @TotalEnergies will fundamentally shape market demand. Our ability to produce the world's least expensive electron will lead to us producing the world's least expensive Green H2. pic.twitter.com/ZfwjVuxXJH
— Gautam Adani (@gautam_adani) June 14, 2022
ભારતમાં ભાગીદારી: અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિ.માં આ રોકાણ સાથે અદાણી પોર્ટફોલિયો અને ટોટલ એનર્જી વચ્ચેનું આ વ્યૂહાત્મક જોડાણ હવે એલએનજી ટર્મિનલ્સ, ગેસ યુટિલિટી બિઝનેસ, રિન્યુએબલ એસેટ્સ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને આવરી લે છે. આ ભાગીદારી ભારતને ઉદ્યોગ, વીજ ઉત્પાદન, ગતિશીલતા અને કૃષિમાં ડીકાર્બોનાઇઝેશનની પ્રક્રીયાને આગળ ધપાવવા સાથે જલવાયુ પરિવર્તનને ઘટાડીને અને સ્વતંત્ર ઊર્જા સુનિશ્ચિત કરીને આર્થિક સ્થિરતાના મૂળભૂત સ્તંભોનું આરોપણ કરવામાં મદદરુપ નિવડશે.
ટોટલ એનર્જીસ એન્ડ હાઇડ્રોઝન વિશે: ટોટલ એનર્જીસ કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ સાથે કુદરતી ગેસમાંથી કાર્બન ન્યુટ્રલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને અથવા તૂટક તૂટક રીન્યુએબલ વીજળી આધારિત બ્લ્યુ અથવા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનની તપાસ કરી રહી છે. ઘણા વર્ષોથી કંપની ઔદ્યોગિક પ્રક્રિયાઓના ડીકાર્બોનાઇઝેશન તેમજ ગતિશીલતા અને ગેસમાં કોંક્રિટના ઉપયોગના કિસ્સાઓના વિકાસ પર કામ કરી રહી છે.
ટોટલ એનર્જીસ સ્વચ્છ હાઇડ્રોજન: ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપવા માટે EUR 1.5 બિલિયન ક્લીન હાઇડ્રોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું એન્કર સ્પોન્સર પણ છે અને કેટલીક હાઇડ્રોજન-સમર્પિત પહેલ અને વ્યાવસાયિક સંગઠનો હાઇડ્રોજન કાઉન્સિલ, હાઇડ્રોજન યુરોપ, યુરોપિયન ક્લિન હાઇડ્રોજન ઓલ અને ફ્રાન્સ હાઇડ્રોજનની સક્રિય સભ્ય છે.

