HomeNationalસરકારી નોકરીની તૈયારી કરનારા માટે મોટી જાહેરાત, 10 લાખની ભરતી થશે

સરકારી નોકરીની તૈયારી કરનારા માટે મોટી જાહેરાત, 10 લાખની ભરતી થશે

પીએમ મોદીએ સરકારના જુદા જુદા વિભાગને સૂચના આપી છે કે આગામી 1.5 વર્ષમાં 10 લાખ સરકારી ભરતી કરવામાં આવે. આ કામ મિશન મોડમાં કરવામાં આવે. પીએમ મોદીના કાર્યાલયે મંગળવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

વિપક્ષનો ટોણો ભાંગ્યો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મોટા સમાચાર આપ્યા છે. તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે સરકારે આગામી 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખ લોકોની ભરતી કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે મોદી સરકાર બેરોજગારીના મુદ્દે વિપક્ષના નિશાના પર છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહી છે કે ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારના કાર્યકાળ દરમિયાન દેશમાં બેરોજગારી વધી છે. વિપક્ષ સતત સરકાર પર દબાણ બનાવી રહ્યું છે.

કેન્દ્રમાં પણ જગ્યા ખાલી: એપ્રિલમાં, પીએમ મોદીએ ટોચના સરકારી અધિકારીઓને મળ્યા હતા અને તેમને વિવિધ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું જેથી તકો ઊભી થાય. ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા સરકારી ડેટા અનુસાર, 1 માર્ચ, 2020 સુધીમાં કેન્દ્ર સરકારના વિભાગોમાં 87 લાખ પદ ખાલી હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW