ઉદ્યોગનગરી મોરબીના આંતરિક તેમજ અલગ અલગ તાલુકા અને જિલ્લાઓને જોડતા રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે
જેના પગલે અવારનવાર જીવલેણ અકસ્માતો થાય છે. અને નિર્દોષ લોકોના મોત થયા છે.જિલ્લામાં અકસ્માત નિવારવા રસ્તા ઓ પહોળા કરવા ટ્રાફિકવાળા વિસ્તારમાં બ્રિજ બનાવી સમસ્યા નિવારવા માટે મોરબી હળવદ રોડ ફોરલેન,મોરબી નવલખી ફોરલેન રોડ અને મોરબી જેતપર રોડ ફોરલેનનું કામ વહેલી તકે શરૂ થાય એ જરૂરી છે. આ બંને રોડ મંજુર થયેલ છે. સાથે મહેન્દ્રનગર ઓવરબ્રીજનું કામ વહેલી તકે કામ શરૂ થાય. તે જરૂરી છે કારણકે, આ ઓવરબ્રિજનું ખાતમહુર્ત ભૂમિપૂજન થઈ ગયેલ છે.તેનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ હતી.
વધુમાં વાઘજી બાપુના બાવલાં પાસે નટરાજ ઓવરબ્રીજ મંજુર થયેલ છે.આ કામ વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે. નવલખી પોર્ટનાં ડમ્પરો અકસ્માત સર્જે છે.તેમજ મોરબી ટ્રાફીક સમસ્યા હલ કરવી અને ચાર સ્થળે બેઠા પૂલ બનાવવા જેમાં નટરાજ ઓવરબીજનું કામ શરૂ થાય ત્યારે બેઠા પુલ ઉપયોગી થશે તેવું જણાવ્યું છે.
જુના સ્મશાનથી સામા કાંઠે નવા સ્મશાન સુધી – ઉમા ટાઉનશીપ સુધી,મહાપ્રભુજીની બેઠકથી કાલીકા ઘાટ શીતળા માતાના મંદિર સુધી બેઠો પુલ બનાવવો,રામ ઘાટથી સામા કાંઠે ન્યુ પેલેસ રોડ સુધી મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવો, ભડીયાદ રોડ થી લીલાપર રોડ સુધી મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવા અંગે પણ સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

