રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે 10 જૂન, 2022 થી 13 જૂન, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે
આ ટ્રેન રદ્દ: ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022 ના રોજ રદ.
*ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 12.06.2022 અને 13.06.2022 ના રોજ રદ.
*ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 12.06.2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
*ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 11.06.2022 ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
*ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

*નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરાન્તો એક્સપ્રેસ 10.06.2022 અને 11.06.2022 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી દોડશે. આમ, આ ટ્રેન અમદાવાદ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
*ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022 ના રોજ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. આમ આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
*ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 10.06.2022 અને 11.06.2022ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
*ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
*ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 11.06.2022 અને 12.06.2022ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

