મોરબીન રંગપર બેલા ગામમાં રહેતા ગૌતમ જયંતિલાલ દેલવાડિયા તેના કારખાને જતા હતા તે દરમિયાન મહિન્દ્રાની કારમાં નવનીત ઉર્ફે નંદો કાનાભાઈ પટેલ અને યોગેશ બરાસરા બે શખ્સ આવી પહોંચ્યા હતા અને યુવકને રોકી અસ્મિતા સાથે મૈત્રી કરાર તોડી નાંખજે તેમ કહી ધમકાવ્યો હતો દરમિયાન એક શખ્સે હથિયાર કાઢી પગમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આટલી લાગશે તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ગૌતમભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બનાવ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી 307, 506 114 તેમજ,આંર્મ્સ એકટ, અંતર્ગતગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે3 પી.આઇ વિરલ પટેલે તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

