HomeGujaratશેર માર્કેટમાં તેજી, રોકાણ વધવાની આશા સાથે રહી આવી સ્થિતિ

શેર માર્કેટમાં તેજી, રોકાણ વધવાની આશા સાથે રહી આવી સ્થિતિ

વૈશ્વિક શેરબજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેરમાર્કેટ ની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 55,085.11ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 59.15 પોઈન્ટના વધારા સાથે 16,410.25ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

એશિયામાં મિશ્ર વેપાર: આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 70.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.95 ટકાના વધારા સાથે 28,208.92ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.15 ટકા નબળાઈ જોવા મળી રહી છે. આ સિવાય તાઈવાનનું બજાર 1.01 ટકાના વધારા સાથે 16,679.45ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 2.06 ટકાના વધારા સાથે 21,974.84ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો આ તરફ કોસ્પીમાં 0.31 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.53 ટકાના ઉછાળા સાથે 3,259.02ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW