HomeGujaratશેર માર્કેટ: સેન્સેકસ 500 પોઇન્ટથી નીચે, રોકાણ ઘટવાના એંધાણ

શેર માર્કેટ: સેન્સેકસ 500 પોઇન્ટથી નીચે, રોકાણ ઘટવાના એંધાણ

શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 532.44 પોઈન્ટ્સ અથવા 0.96% ના ઘટાડા સાથે 55,146.66 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 157.80 પોઈન્ટ્સ એટલે કે 0.95% ઘટીને 16,411.75 પર ટ્રેડ થઈ રહ્યો છે.

લાલ નિશાન પર: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવાર, 7 જૂને ભારતીય શેરબજાર ફરી લાલ નિશાન સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી પણ લપસી ગયો છે. સેન્સેક્સ 532.44 પોઈન્ટ અથવા 0.96% ના ઘટાડા સાથે 55,146.66 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 157.80 પોઈન્ટ્સ અથવા 0.95% ના ઘટાડા સાથે 16,411.75 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોમવારે પણ ઘટ: આ પહેલા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 93.91 પોઈન્ટ્સ અથવા 0.17% ઘટીને 55,675.32 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 18.55 પોઈન્ટ્સ અથવા 0.11% ઘટીને 16,565.75 પર બંધ થયો હતો. આજે ભારતીય શેરબજારમાં પ્રી-ઓપનિંગમાં પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો અને પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 300 પોઈન્ટ અને નિફ્ટી 16,500 પોઈન્ટ નીચે આવી ગયા હતા.

ગ્લોબલ માર્કેટ ડાઉન: કારોબારમાં મુખ્ય એશિયન બજારો પર દબાણ છે. આ સાથે સ્ટોક ફ્યુચર પણ નબળા પડ્યા છે. આ પહેલા સોમવારે અમેરિકી બજારો મામૂલી વધારા સાથે બંધ થયા હતા. સોમવારે ડાઉ જોન્સ 16 અંક વધીને 32,915.78 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 49 પોઈન્ટ વધીને 12,061.37 પર બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 13 પોઈન્ટ વધીને 4,121.43 પર બંધ રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW