HomeGujaratમોરબી :માર્કેટિંગ યાર્ડના શેડમાંથી 30 તારીખે રૂ 4 લાખનું જીરું ચોરાયું...

મોરબી :માર્કેટિંગ યાર્ડના શેડમાંથી 30 તારીખે રૂ 4 લાખનું જીરું ચોરાયું ,પોલીસે 7 દિવસ પછી ફરિયાદ લીધી

મોરબી જીલ્લામાં ચોરીની ઘટના ઓછી થવાનું નામ લેતી નથી રૂપિયા અને દાગીનાની ચોરી કરતા ચોર હવે જીરુંની ગુણી પર પણ હાથ સાફ કરવા લાગ્યા છે. મોરબી જિલ્લા પોલીસ ચોરીની ઘટના અટકાવવામાં નિષ્ફળ જતા હવે ચોરીની ઘટનાઓ પણ છુપાવવા લાગી છે આવી એક ઘટના ફરી સામે આવી છે જેમાં ગત 30 મે મે ના મોરબીના માર્કેટીગ યાર્ડમાં બની છે આ અંગેની મળતી માહિતી મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા રમેશ ચુનીલાલ દેત્રોજાનું રૂ 4 લાખનું કિમતનું 117 મણ જીરું 39 જેટલા કોથળામાં ભરીને રાખ્યુ હતું જોકે સીસીટીવી કેમરાથી સજ્જ માર્કેટિંગ યાર્ડમાંથી તસ્કરો રૂ 4 લાખનું જીરુની ચોરી કરી ફરાર થઇ ગયા અને યાર્ડના સીક્યુરીટી ગાર્ડ કે અન્ય લોકોને જાણ પણ ન થઇ. હાલ એ ડીવીઝન પોલીસે વેપારીની 7 દિવસ બાદ ફરિયાદ નોધિ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW