હળવદના બ્રાહ્મણી નદી અને ટીકર રણમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવા છતાં ખાણ ખનીજ વિભાગ હળવદ મામલતદાર તેમજ પોલીસ સદંતર નિષ્ફળ રહી છે. દર વખતે લોકો ફરિયાદ કરતા હોવા છતાં કામગીરી ન થતા આજે ટીકર રણ નજીક બ્રાહ્મણી નદીના પટમાંજિલ્લા પંચાયત સદસ્ય તેમજ ગ્રામજનો આજે ખનીજ ચોર પર તવાઈ બોલાવતા જનતા રેડ કરી હતી અને ખનીજ ચોરી કરીને જઈ રહેલા ટ્રક અટકાવ્યા હતા તેમજ પોલીસને જાણ કરતા હળવદ પોલીસ, મામલતદાર ટીમ સહિતના ઘટના સ્થળે દોડતા થઇ ગયા હતા ગ્રામજનોએ એ બન્ને ટ્રક ચાલકને પકડી પોલીસ હવાલે કર્યા હતા.મજબુરીમાં તંત્રને કામગીરી કરવી પડી હતી અને બન્ને ટ્રક ચાલક 30-30 ટનના મેમાં ફટકાર્યા હતા.

