આવનારા 25-50 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની અસરને ખાળવા માટે સમગ્ર વિશ્વમાં યુરોપિયન યુનિયન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરીને તેના અમલીકરણ કરવા માટેની ગતિવિધિ શરુ કરવામાં આવી છે, જેના બીજા તબક્કામાં ગુજરાતના જૂનાગઢ અને જામનગર મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે ગ્લોબલ ક્લાઈમેટ એક્શન પ્લાન માટે 2 જૂનના રોજ જૂનાગઢ મહાનગર પાલિકા કચેરી ખાતે એક બેઠક મળી હતી
આ અંગે જૂનાગઢ મનપાના ઈજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે, 2019 માં ગુજરાતના 8 મહાનગર મેયર્સ દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જીકોમ સાથે એમઓયુ સાઈન કાર્ય હતા, જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની ગ્લોબલ સમિતિમાં પણ ચર્ચા કરવામાં આવ્યા બાદ જૂનાગઢ શહેરને પસંદ કરવામાં આવ્યું છે જૂનાગઢ શહેરનો ગ્લોબલ ક્લાઇમેન્ટ એક્શન પ્લાન તૈયાર કરવા માટે સાઉથ ઇસ્ટ એશિયાના પ્રોગ્રામ હેડ અસિહ બૂદૈતી તથા ન્યુ દિલ્હીથી પ્રોગ્રામ કોર્ડીનેટર આશિષ વર્મા સાથે બેઠક કરવામાં આવી હતી.
જેમાં મ્યુ.કમિશનર રાજેશ તન્ના, મેયર ગીતાબેન પરમાર, દે.મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટ ભીંભા, દંડક અરવિંદ ભલાણી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આવનારા દિવસોમાં વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની આડ અસરો તથા હવા, પાણીના પ્રદુશન થી આસ અસરો જૂનાગઢ શહેરને ઓછામાં ઓછી થાય તે પ્રકારનું પ્લાનિંગ કરી પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવનાર છે. પસંદ થયેલ પ્રોજેક્ટનું યુરોપિયન યુનિયન દ્વારા માપદંડ ધ્યાનમાં રાખીને ફન્ડીંગ કરીને તેનું અમલીકરણ કરવામાં આવશે