HomeGujaratએસિડ ભરેલું ટેન્કર અથડાતાં લોકો મુશ્કેલીમાં, 2 કિમી સુધી આંખો બળી

એસિડ ભરેલું ટેન્કર અથડાતાં લોકો મુશ્કેલીમાં, 2 કિમી સુધી આંખો બળી

હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર સુખપર ગામ પાસે બનેલી ઘટનામાં 2 કિલોમીટર સુધી લોકોને ગભરામણ, આંખમાં બળતરા થવા લાગી છે. ધુમાડાના ગોટા અને તીવ્રવાસથી માથાના દુખાવા થયા હતા.

એસિડ ઢોળાયું: ઓઈલ ટેન્કર વાહન અથડાયુ. આથી 45 હજાર લીટર એન.એસિડ રસ્તા ઉપર ઢાળાઇ ગયુ. તીવ્રવાસની સાથે ધુમાડાથી લોકોની આંખો બળવાની સાથે ગુંગળામણ થવા લાગી હતી. ગાંધીધામમાં કેમિકલની અનેક ફેકટરીઓ આવેલી છે. ત્યાની ફેકટરીમાં તૈયાર કરવામાં આવેલા એન.એસિડ નામનુ કેમિકલ ભરીને રવીવારે ટેન્કર વડોદરા જવા માટે રવાના થયુ હતુ. ટેન્કર સુખપર પાસે પહોચ્યુ ત્યારે અજાણ્યા વાહનની ઠોકરે ટેન્કરની ટાંકી માંથી એસિડ લીક થવા લાગ્યુ હતુ. હવાની સાથે એસીડના ધુમાડા અને તીવ્રવાસ આજુ બાજુમાં ફેલાવા લાગી હતી.

ખેડૂતો વાહન ચાલકો મૂંઝાયા: તેની અસર બે કિમીથી વધુ સુધી ફેલાઇ હતી. આથી હાઇવે પરના અન્ય વાહન ચાલકો અને ખેતરમાં કામ કરતા ખેડૂતો મુંજવણમાં મુકાઇ ગયા હતા.જયારે ટેન્કરનો ચાલક અને કલીનર ટેન્કર મુકીને ભાગી ગયા હતા.

આસપાસના ખેતરના પાકને પણ નુકશાન થયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઇ જાન હાની થઇ ન હતી. જો એક ખાના માંથી જ એસિડ લીક થયુ હશે તો જોખમ થોડુ ઓછુ થશે પરંતુ બાકીના ખાના માંથી પણ એસિડ લીધ થવા લાગશે તો તેને ખાલી થતા બે દિવસ પણ લાગી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW