બોલીવૂડ કપલ રણબીર આલિયાના લગ્ન બાદ એક સાથે સિલ્વર સ્ક્રીન આ જોડીની પ્રથમ ફિલ્મ બ્રહ્માસ્ત્ર હજુ ત્રણ મહિના બાદ રિલીઝ થવાની છે. પરંતુ તે પહેલાં જ બંનેએ ફિલ્મનું પ્રમોશન શરુ કરી દીધું. એક બાજુ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ફિલ્મના ટ્રેલર અને રિલીઝ ડેટનો ખુલાસો કર્યો. ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. તેમાં મૌની રોયની ખતરનાક તેમજ શાહરુખ ખાનની સરપ્રાઇઝ ઝલક જોવા મળી. કિંગખાને આમાં કિમિયો કર્યો છે.

સાઉથમાં પ્રમોશન: રણબીર કપૂર ફિલ્મને પ્રમોટ કરવા સાઉથના પ્રવાસે છે. આ ફિલ્મ હિન્દી સાથે તમિલ, તેલુગુ, મલયાલમ તથા કન્નડમાં રિલીઝ થવાની છે. વળી તેના ત્રણ પાર્ટ અત્યારથી નક્કી થઇ ગયા છે. જેના પ્રથમ ભાગનું શુટિંગ થઇ ગયું છે અને ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે.

15મી જૂને ટ્રેલર: બ્રહ્માસ્ત્ર 1નું ટ્રેલર 15 જૂને રિલીઝ થશે. આલિયા ભટ્ટે ટ્રેલર લોન્ચિંગની ડેટ જાહેર કરતા પોસ્ટમાં રિલીઝ ડેટ અંગે સંકેત આપ્યો છે.

પ્રમોશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. રણબીર કપૂર ડિરેક્ટર અયાન મુખર્જી સાથે વિશાખાપટ્ટનમ ગયો છે. અહીંયા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રણબીર કપૂર વિશાખાપટ્ટનમના એરપોર્ટ પર આવ્યો ત્યારે તેની પર ગુલાબની પાંખડીઓ ઉડાવવામાં આવી હતી. ચાહકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.

