HomeGujaratસોનિયા અને રાહુલ ગાંધીને ED નું તેડું, હેરાલ્ડ કેસમાં પૂછપરછ

સોનિયા અને રાહુલ ગાંધીને ED નું તેડું, હેરાલ્ડ કેસમાં પૂછપરછ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. પાર્ટીના નેતાઓએ આ માહિતી આપી છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ કેસને લઈને આ નોટિસ જારી કરવામાં આવી છે.

ED કરશે કામગીરી: જે બાદ હવે સોનિયા અને રાહુલ 8મી જૂને પૂછપરછ માટે ઇડી અધિકારીઓની સામે હાજર થઈ શકે છે.કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 2015માં ઇડીએ આ કેસ બંધ કરી દીધો હતો. જો શાસક પક્ષને તે પસંદ ન આવ્યું તો ઇડીના અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા, નવા લોકોની નિમણૂક કરવામાં આવી અને હવે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ મોકલી રહ્યા છે.

રાહુલ ગાંધી સમય માંગી શકે: સોનિયા 8મી જૂને પૂછપરછ માટે જશે, જો રાહુલજી ફ્રી હોય તો તેઓ પણ જઈ શકે, નહીંતર સમય માંગી શકાય. દરેક જવાબ કાયદાકીય રીતે આપવામાં આવશે.
આ અંગે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલો ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત 1942માં થઇ હતી. તે સમયે અંગ્રેજોએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો કર્યો હતો. આજે મોદી સરકાર પણ તે જ કરી રહી છે. અને આ માટે ઇડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW