HomeGujaratસોમનાથમાં શીશ ઝુકાવતાં 'સમ્રાટ', માનુશી એ મહાદેવના દર્શન કર્યા

સોમનાથમાં શીશ ઝુકાવતાં ‘સમ્રાટ’, માનુશી એ મહાદેવના દર્શન કર્યા

બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને માનુષી છિલ્લર તેમજ ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિર આવી પહોંચ્યા હતા.

સોમનાથમાં ‘સમ્રાટ’: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વિરાજ’ના પ્રમોશન માટે હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અક્ષય કુમાર આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા.

સોમનાથથી પ્રભાવિત: માનુષી છિલ્લર તેમજ ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ મંદિર આવી પહોંચ્યા હતા. જ્યાં હેલિપેડ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના દર્શન કરીને અભિનેતા અક્ષય કુમાર ભાવવિભોર થયા હતા. પ્રેસ કોન્ફરન્સમાં પોતાના દર્શનના અનુભવનો વર્ણન કરતા તેઓએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે. આપ મંદિરની અંદર પ્રવેશ કરો એટલે ઉર્જાનો અનુભવ કરો છો. સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે.

ડાયરેકટર કહે છે: થોડા વર્ષોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને લગતુ કન્ટેન્ટ પોતાના દ્વારા નિર્માણ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. પૃથ્વીરાજ મુવીથી પોતાનું ડેબ્યુ કરનારી મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા પૃથ્વીરાજ મુવીને સ્ત્રી સશક્તિકરણનું સાચું ઉદાહરણ ગણાવવામાં આવી હતી. સોમનાથ મહાદેવને ચડાવવામાં આવતા દૂધ ફળો સહિતની સામગ્રી ગરીબોને આપી દેવા અક્ષય કુમારે સોમનાથ મંદિર ટ્રસ્ટને સૂચન કર્યુ હોવાનું અને ટ્રસ્ટે વિનંતીને ગ્રાહ્ય રાખી હોવાનું ડિરેક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિદીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW