પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણે પોતાની મહેનતના દમ પર મનોરંજન જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે સ્થિતિ એવી છે કે ભારતી શાહી જીવન જીવે છે, તેની પાસે દરેક સુખ-સુવિધા છે
લક્ઝરી લાઇફ છે: ભારતની લાફ્ટર ક્વિન ભારતી સિંહને બધા જાણે છે. તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. જો કે, એક સમય એવો હતો જ્યારે ભારતી સિંહની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પરંતુ આજે તેણે મહેનતના દમ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાઈ લીધું છે. તેમની પાસે કોઈ વસ્તુની કમી નથી. એવું કહી શકાય કે ભારતી સિંહ લક્ઝરી લાઈફ જીવે છે.

કેટલી આવક: અમૃતસરની રહેવાસી ભારતી સિંહે વર્ષ 2008માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ધ ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જમાં સ્પર્ધક તરીકે પોતાની ઓળખ બનાવી. આ પછી તેણે ઘણા શો હોસ્ટ કર્યા અને ફિલ્મોમાં કામ કર્યું. અત્યાર સુધી તે ખિલાડી 786 અને સનમ રે જેવી ફિલ્મોમાં જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતી સિંહની કુલ સંપત્તિ 22 કરોડ રૂપિયા છે. તે એક એપિસોડ માટે 7 થી 8 લાખ રૂપિયા લે છે. તે પ્રમાણે ભારતી એક મહિનામાં 30-35 લાખ રૂપિયા કમાય છે. ભારતી ખૂબ જ વૈભવી જીવન જીવે છે. મુંબઈમાં તેનું પોતાનું આલીશાન ઘર છે.

