મોરબીના સિરામિક ઉધોગને મળતા નેચરલ ગેસ રોમટીરિયલ,ભાડા સહિતના ભાવમાં દિનપ્રતિદિન વધારો થયો છે જેના કારણે ખર્ચમાં ખુબ મોટા પાયે વધ્યા છે બીજી તરફ વિદેશી એક્સપોર્ટ તેમજ ડોમેસ્ટિક માર્કેટમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે. મોરબીનો સીરામીક ઉઘોઁગ ભયંકર મંદીના માહોલમા પસાર થઈ રહ્યો છે ત્યારે સીરામીક ઉઘોઁગમા સપ્લાય થતા નેચરલ ગેસના ભાવ ઘટે એ ખૂબ જ જરૂરી હોય આજરોજ સાંસદ મોહનભાઈ કુંડારીયાની સાથે ગાંઘીનગર જઈને પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા તેમજ નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈને મોરબી સીરામીક એસોસીએસનના પ્રુમખ મુકેશભાઈ કુંડારીયા, ભુતપુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોર ભાલોડીયા તેમજ કમીટી મેમ્બર અનિલ સુરાણી, પરેશ ઘોડાસરા તેમજ મહેન્દ્રભાઈ ફેફર દૃારા નેચરલ ગેસના ભાવ ઘટાડવા બાબતે રજુઆત કરી, પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દૃારા સીરામીક ઉઘોઁગમા હાલ ચાલી રહેલ ભયંકર મંદી વિશે નાણાપ્રઘાન કનુભાઈ દેસાઈને અવગત કરતા હાલની પરિસ્થિતીને ઘ્યાનમા લઈને નાણાપ્રઘાનએ હકારાત્મક અભિગમ દાખવી આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી,

