રાજકોટની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક અને ગંદકીથી ખદબદતી આજી નદીની સફાઇ અને લાંબા ગાળાના રીવર ફ્રન્ટ પ્રોજેકટની વાતો વર્ષોથી થઇ રહી છે ત્યારે રાજકોટ-70ના ભાજપના જાગૃત ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે આજી નદીનો પટ સાફ કરવા માટે સઘન કાર્યવાહી કરવા મહાપાલિકા તંત્રને ઢંઢોળ્યું છે.
નદીની સફાઈ કરો: રીવરફ્રન્ટ યોજના ખુબ લાંબા ગાળાની છે ત્યારે રામનાથ મહાદેવ નદી વિસ્તારને ચોમાસા પૂર્વે સ્વચ્છ કરવા તેઓએ મહત્વની વાત કરી છે. જેના પગલે મેયર ડો. પ્રદીપ ડવ અને કમિશ્નર અમિત અરોરાએ આજે સાંજે તાકીદની બેઠક બોલાવી છે જેમાં ધારાસભ્યના સૂચનો પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

200 કરોડનું ફંડ: મહાનગર માટેની આજી રીવરફ્રન્ટ યોજના રાજય સરકાર પણ અગાઉ ડ્રીમ પ્રોજેકટમાં સમાવી ચૂકી છે. પરંતુ આ યોજના માટેનું પર્યાવરણ વિભાગનું એનઓસી થોડા સમય પહેલા વર્તમાન મેયર જહેમત ઉઠાવીને લાવ્યા છે. સરકારે મનપાને પોણા બસ્સો કરોડનું ભંડોળ આપવાની જાહેરાત પણ કરી છે. જેના પરથી ટેન્ડર કાર્યવાહી તુરંતમાં શરૂ થવાની છે. તે દરમ્યાન હવે ચોમાસુ નજીક આવતા દર વર્ષે ભારે વરસાદમાં જે રીતે આજી નદી પટમાં પુર આવે છે અને રામનાથ મંદિર પાણીમાં ડૂબે છે તેવા સંજોગો દર વર્ષની જેમ ફરી સર્જાશે. વધુમાં આવા સમયે પટની ગંદકી મંદિર પરીસર વિસ્તારમાં પથરાઇ જાય છે

