હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ (GT) અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની ફાઇનલ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022નો સમાપન સમારોહ રવિવાર, 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
કોણ કોણ હશે? બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને સંગીત ઉસ્તાદ એઆર રહેમાન ટૂર્નામેન્ટ પછીની ઇવેન્ટમાં સ્ટેજને ચાર ચાંદ લગાડવા માટે તૈયાર છે. અગાઉ, રણવીર સ્ટેન્ડ પરથી મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે પોતાનું સમર્થન દર્શાવતો જોવા મળ્યો હતો.

આવું પણ જોવા મળશે? ઝારખંડનો પ્રખ્યાત છાઉ ડાન્સ પણ જોવા મળશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, BCCIએ સમાપન સમારોહ માટે ઝારખંડના છાઉ ડાન્સની 10 સભ્યોની ટીમને ફાઈનલ કરી છે.

BCCI ના અધિકારી: બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, બીસીસીઆઈના માનદ સચિવ જય શાહ અને ભૂતપૂર્વ ભારતીય સુકાનીઓ અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. બોર્ડ ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવા અને આ સમય દરમિયાન ભારતીય ક્રિકેટની સફર બતાવવા માટે તૈયાર છે.

