મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી માર્કેટ તેમજ ખાટકી વાસ વિસ્તારમાં કેટલીક દુકાનમાં આડેધડ સામાન્ય લોકોને મુશ્કેલી થાય તે રીતે જાહેરમાં નોનવેજ વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ આજે માસ-મટનના ગેરકાયદેસર વ્યાપાર સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે.જેમાં મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક તેમજ જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીમાર્કેટમાં ગેરકાયદે માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નગરપાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે અને આ માસ મટન અને કતલખાનાના કાયદેસર પરવાના ત્રણ દિવસમાં રજૂ કરવા તેમજ આ જો માસ મટનનો વેપાર ગેરકાયદે હોય તો ત્રણ દિવસમાં બંધ ન કરાય તો ફોજદારી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
મોરબીમાં અંતે ગેરકાયદે માસ મટનના વ્યાપાર બંધ કરવા માટે નગરપાલિકા તંત્ર મેદાને આવ્યું છે અને મોરબી નગરપાલિકાએ શહેરના શક્તિ ચોક અને જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીમાર્કેટમાં કતલખાના તેમન માસ મટનનું વેચાણ કરતા 15 ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે.

