મોરબી શહેરમાં નબળી ગુણવતા અને નિયમ નેવે મૂકી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અનેક ફૂડ સ્ટોલથી લઇ હોટેલ મીઠાઈની દુકાનથી લઇ ઠંડાપીણા અને આઈસ્ક્રીમ પાર્લર વગેરે સ્થળ પર ભેળસેળ યુક્ત ખાણી પીણી વેચાણ થતું હોય છે તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું હતું શહેરમાં ફૂડ સ્ટોલમાં ચેકિંગમાં નીકળવામાં જાણે કોઈની શરમ આવતી હોય તેમ બહાર નીકળવાનું નામ લેતા નથી જોકે લાંબા સમય બાદ જાણે આળસ મરડી બહાર નીકળ્યા હતા.અને એક આઈસ્ક્રીમ શોપમાં ઠંડા પીણાના નમુના લેવાયા હતા આ ઉપરાંત તીખા ગાઠિયા અને સેવના નમુના ફેઈલ થતા દુકાનદારને દંડ ફટકાર્યો હતો.
મોરબીમાં હાલ મોટા પાયે આઈસ્ક્રીમ,ગુલ્ફી,કેન્ડી,સોડા સરબત,સહિતના ઠંડા પીણાનું મોટા પાયે વેચાણ કરવામાં આવે છે જોકે આનો લાભ લઈ કેટલાક વેપારી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે આ અંગેની ફરિયાદ ઉઠત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તપાસ કરી હતી જેમાં ફીનીક્ષ સોડા,ભવાની સોડા તેમજ મોહનભાઈ લછી વગેરેમાં cheking કર્યું હતું અને તેમના નમુના લઇ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે આ પહેંલા એક પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતા તીખા ગાંઠિયા અને સેવના નમૂના પેકેટના લેવામાં આવ્યા હતા. જેમાં દાઉદી પ્લોટમાં આવેલી ક્રિષ્ના નમકીનમાંથી હોલસેલમાં લઈને આ પ્રોવિઝન સ્ટોરમાં તીખા ગાંઠિયા અને સેવ વેચાતી હતી. આ નમકીનના પેકીંગમાં પુરી વિગત દર્શાવેલ ન હોવાથી રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરના માલિકને તીખા ગાંઠિયા અને સેવ માટે 20 હજારનો દંડ ફટકાર્યો હતો. આ પ્રોડકડ આવનાર ક્રિષ્ના ગૃહ ઉધોગના માલિકને પણ રૂ.30 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

