કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દેશના જાણીતા વકીલ કપિલ સિબ્બલે કોંગ્રેસ સાથેનો વર્ષો જૂનો છેડો ફાડી દીધો છે. કારના શોખીન એવા સિબ્બલ પાસે 212 કરોડ રૂપિયાની સંપત્તિ છે.તેમની સ્ટોક માર્કેટ અને અન્ય શહેરોમાં પ્રોપર્ટીમાં પણ મોયા પાયે રોકાણ છે. તેઓ કોંગ્રેસના રાજમાં કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે.

આટલી છે સંપતિ: કપિલ સિબ્બલ દેશના એવા કેટલાક નેતાઓમાંથી એક છે જેમની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે. 2016ના એફિડેવિટ મુજબ તેમની સંપત્તિનું કુલ મૂલ્ય 212 કરોડ રૂપિયા છે. આમાં લગભગ 14 કરોડ રૂપિયા બેંક ખાતામાં જમા છે. જ્યારે તેમની પાસે કુલ રૂ.3 લાખની રોકડ રકમ છે.
શેર માર્કેટમાં રસ; શેરબજારમાં રોકાણ કરવાની સારી જાણકારી છે. તેમના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો પર નજર કરીએ, તો શેરબજારની લિસ્ટેડ કંપનીઓમાં જ્યાં તેણે રૂ. 7 કરોડનું રોકાણ કર્યું છે. તેમની પાસે નોન-લિસ્ટેડ કંપનીઓમાં પણ રૂ. 53 હજારનું રોકાણ છે. તેમણે બોન્ડ્સ, FD અને કોર્પોરેટ બોન્ડ્સમાં લગભગ 3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
મહાનગરમાં મકાન: ઘણા શહેરોમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે. કોમર્શિયલ પ્રોપર્ટીની વાત કરીએ તો તેમની પાસે લુધિયાણા, ચંદીગઢ, દિલ્હી અને બેંગ્લોરમાં કુલ 3.65 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. જ્યારે સિકંદરાબાદ, પટના, દિલ્હી, ચંદીગઢ, ગુરુગ્રામ અને હૈદરાબાદમાં આવેલી તેમની રહેણાંક મિલકતોની કિંમત 99.59 કરોડ રૂપિયા છે.

