શૈલેષ લોઢા પછી મુનમુન દત્તા પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી શકે છે. તેના શોમાંથી બહાર જવાની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી, પરંતુ પાછળથી તેણે આવી કોઈપણ અફવાને પાયાવિહોણી ગણાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘બિગ બોસ ઓટીટી સીઝન 2’ માટે મેકર્સ દ્વારા મુનમુનનો સંપર્ક કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્માતા સાથે મતભેદ બાદ શૈલેષ લોઢાએ પોતાને શોથી દૂર કરી લીધો છે. હજુ સુધી બંને પક્ષોએ આ મતભેદ અંગે કંઈ પણ ઓફિશ્યલી કહ્યું નથી. હવે દર્શકો શૈલેષને ‘વાહ ભાઈ વાહ’માં જોઈ શકશે. જે શેમારૂ ટીવી પર પ્રસારિત થશે. આ શોનું ટીઝર પણ હાલ છવાયેલું છે. મુનમુન દત્તા પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી શકે છે. તેના શોમાંથી બહાર જવાની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી, પરંતુ પાછળથી તેણે આવી કોઈપણ અફવાને પાયાવિહોણી ગણાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘બિગ બોસ ઓટીટી સીઝન 2’ માટે મેકર્સ દ્વારા મુનમુનનો સંપર્ક કરવામાં આવ્યો છે.

