HomeGujaratતારક મહેતા શો છોડ્યા બાદ હવે મહેતા સાહેબ આ શોમાં

તારક મહેતા શો છોડ્યા બાદ હવે મહેતા સાહેબ આ શોમાં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ઘર-ઘરમાં જાણીતા થયેલા શૈલેષ લોઢા નવા શોમાં જોવા મળશે. છેલ્લા 14 વર્ષથી તેઓ TMKOCનો ભાગ હતા અને હવે તેમણે શો સાથેથી છેડો ફાડ્યો છે.

આ નવા શોનું નામ વાહ ભાઈ વાહ છે. નવી ચેનલ સાથે જોડાવા ઈચ્છતા હોવાના રિપોર્ટ્સ હતા, ત્યારે એક્ટર જેવો કવિ પણ છે તેમણે તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ શો વર્તમાન મુદ્દાઓ પર વ્યંગ સાથે કવિ સંમેલનના રૂપમાં કવિતા અને કોમેડીનો સંપૂર્ણ સમન્વય હશે. દેશભરના પ્રખ્યાત કવિઓમાંથી એક, શૈલેષ લોઢા હવે તેમના ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે અને ‘વાહ ભાઈ વાહ’ નામના નવા શોમાં જોવા મળશે.

જૂન 2022માં તે લોન્ચ થાય તેવી શક્યતા છે. શૈલેષ લોઢા માત્ર શો જ હોસ્ટ નહીં કરે પરંતુ દેશના અલગ-અલગ ભાગમાંથી આવેલા અન્ય ત્રણ કવિઓ સાથે હાસ્ય અને વ્યંગથી ભરપૂર કવિતાઓ પણ સંભળાવશે. શોની રજૂઆત કવિ સંમેલન તરીકે થશે, જ્યાં અન્ય કવિઓ તેમના જોક્સ અને પંચલાઈનથી ભરેલા પર્ફોર્મન્સથી તમને હસવા માટે મજબૂર કરી દેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW