HomeGujaratહળવદ:સિવિલ હોસ્પી.ના મેડીકલ સ્ટોરમાં ખૂટીયો ઘુસ્યો, દવા કરી નાખી વેર વિખેર...

હળવદ:સિવિલ હોસ્પી.ના મેડીકલ સ્ટોરમાં ખૂટીયો ઘુસ્યો, દવા કરી નાખી વેર વિખેર દર્દીઓના જીવ થયા અદ્ધર

હળવદ તાલુકાની સીવીલ હોસ્પિટલમાં હજુ બે દિવસ પહેંલા સીએમ ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી અને દીવાલ ધસી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલ દર્દીઓના પરિજનોને મળ્યા હતા સિવિલમાં સીએમ આવતા હોવાની જાણ થતા સિવિલ તંત્ર દ્વારા તાત્કાલીક સબ સલામત હોવાનો આભાસ કરાવ્યો હતો જોકે સીએમની મુલાકાતના બે દિવસમાં જ સિવિલની સાચી હકીકત સામે આવી ગઈ છે હોસ્પીટલના મેડીકલ સ્ટોરમાં એક ખૂટીયો અચાનક આવી પહોચ્યો હતો અને સ્ટોર માથે લીધો હતો મેડીકલ સ્ટોરમાં રાખવામાં આવેલ લાખોની કિમતની દવાઓ વેર વિખેર કરી નાખી હતી તો ઘણી બધી દવાઓનો નાશ કરી દીધો હતો

સિવિલ હોસ્પિટલમાં ધોળા દિવસે આ રીતે ઘણખૂટે આતંક મચાવતા દર્દીઓના જીવ પણ અધ્ધર થઇ ગયા હતા. હોસ્પિટલમાં આ રીતે ખુલ્લેઆમ રખડતા ધણખૂટ કુતરા સહિતના જનાવર આવી ચઢે છે અને દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ છે ત્યારે સિવિલ તંત્રની આવી ગંભીર બેદરકારી માટે જવાબદાર અધિકારી કર્મચારી વિરુધ્દ પગલા લેવા જરૂરી બન્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW