રથયાત્રાને લઇ અમદાવાદ મનપાની તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાના રૂટ ઉપર થયેલા દબાણ દૂર કરવામાં આવશે. ભયજનક હોય તેવા તમામ ભયજનક ઈમારતોને દૂર કરવા હાલમાં આદેશ અપાયા હતા. ડ્રેનેજ, લાઈટના થાંબલા અને અન્ય મારામાતના કામ રથયાત્રાના 10 દિવસ પહેલા પૂરા કરવા માટે આદેશ અપાયો છે.
મલ્ટીલેવલ પાર્કિંગની દુકાનોની હરાજી કરવા મનપાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. નવા અને જુના મલ્ટીલેવલ પાર્કિંગની દુકાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. લિસ્ટ તૈયાર થઇ ગયા બાદ હરાજી કરાશે.

કોરોના મહામારીના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સદાઈથી ભક્તો વગર યોજાઈ હતી. ત્યારે આ વર્ષે રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક થઇ ગયો છે.
અખાત્રીજના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. બાદ હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે, ’કોરોનાના કારણે 2 વર્ષ બાદ આ ભવ્ય રથયાત્રા નીકળશે. જેમાં લાખો ભક્તો દર્શન કરશે. તારીખ 14 જૂનના રોજ જળ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી જોડાશે. રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

