HomeNationalરેલવેમાં નોકરી બદલ જમીન હળપવાના કેસમાં લાલુના ઘરે દરોડા,16 સ્થળે એક સાથે...

રેલવેમાં નોકરી બદલ જમીન હળપવાના કેસમાં લાલુના ઘરે દરોડા,16 સ્થળે એક સાથે તપાસ

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના સભ્યો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 15 સ્થળોએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. નવા આરોપો જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. સૂત્રોએ ન્યૂઝ જણાવ્યું હતું કે આરજેડી સુપ્રીમો દ્વારા તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન બિહાર વિભાગમાંથી કેટલાક લોકોને રેલ્વેમાં નોકરી આપવામાં આવી હતી.

રેલવેમાં નોકરી આપવાના બદલામાં લાલુ યાદવના પરિવારના સભ્યો દ્વારા સસ્તા ભાવે જમીન ખરીદવામાં આવી હતી, “સૂત્રોએ જણાવ્યું હતું કે, સીબીઆઈ પાસે અત્યાર સુધીમાં આવા ઓછામાં ઓછા એક 12થી વધુ કેસના પુરાવા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે યાદવ પરિવાર એક યોજના ઘડી રહ્યો હતો.

સીબીઆઈના સૂત્ર એ જણાવ્યું હતું કે દિલ્હી, પટના અને ગોપાલગંજના વિસ્તારો સહિત કુલ 16 સ્થાનોની હાલ તપાસ કરવામાં આવી રહી છે. બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને અગાઉ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને ડોરાન્ડા ટ્રેઝરી દ્વારા રૂ. 139 કરોડથી વધુની ઉચાપત સાથે સંકળાયેલા ચારા કૌભાંડના કેસમાં રાંચીની વિશેષ સીબીઆઈ અદાલત દ્વારા રૂ. 60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ચારા કૌભાંડ તરીકે કુખ્યાત લાલુએ, 1985-1995 વચ્ચે અવિભાજિત બિહારના પશુપાલન વિભાગમાં આશરે રૂ. 930 કરોડની નાણાકીય ગેરરીતિઓના કાવતરા કર્યા હતા. જેના 12 થી વધુ કેસોનો ઉલ્લેખ કરે છે. નકલી બિલ ઊભા કરવામાં આવ્યા હતા. તે નાણાં વિભાગ દ્વારા કલિયર કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW