HomeNationalઆસામમાં પૂરને કારણે પરિસ્થિતિ વિકટ,4 લાખથી વધુ લોકોને માઠી અસર

આસામમાં પૂરને કારણે પરિસ્થિતિ વિકટ,4 લાખથી વધુ લોકોને માઠી અસર

આસામમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે થયેલો વિનાશ ચોખ્ખો દેખાઈ રહ્યો છે. પ્રદેશના 26 જિલ્લાના ચાર લાખથી વધુ લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે. હમણાં સુધીમાં 8 લોકોના મોત પૂરને કારણે થઈ ચૂક્યા છે, જોકે પાંચ લોકો ગુમ છે. સેના અને NDRFની ટીમ બચાવકાર્યમાં લાગી છે.

પૂરને કારણે ઘણા રેલવે પુલોને નુકસાન થયું. બોગાઈગામમાં પણ પૂરના કારણે પરિસ્થિતિ ખરાબ છે. અહીં કમર સુધી પાણી ભરાયેલા છે. લોકો નાવડીનો સહારો લઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ આસામની હાલત પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર તરફથી આસામ સરકારને દરેક સંભવ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

ન્યુ કુંજંગ, ફ્યાંગપુઈ, મૌલહોઈ, નામજુરાંગ, દક્ષિણ બાગેતર, મહાદેવ ટીલા, કાલીબારી, ઉત્તર બાગેતર, સિયોન અને લોડી પંગમૌલનો સમાવેશ છે. ભૂસ્ખલનના કારણે જટીંગા-હરંગાજાઓ અને માહુર-ફિડિંગમાં રેલવે લાઇન બંધ થઈ ગઈ છે.

પૂરની આ લહેરને કારણે 67 મહેસુલ વિભાગના 1,089 ગામ પણ પ્રભાવિત થયા છે અને પૂરના પાણીમાં 32944.52 હેક્ટર પાકવાળી જમીન ડૂબી ગઈ છે. જીલ્લા પ્રશાસને 89 રાહત શિબિર અને 89 વિતરણ કેન્દ્ર સ્થાપિત કર્યા છે. જ્યાં 39,558 પૂર પ્રભાવિત લોકોએ આસરો લીધો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW