સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓ ગુજરાતના સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા યાત્રાધામમાં દર્શન માટે આવતા હોય છે. જેમાં યાત્રાધામ ખાતે અનેક ભિક્ષુકો લોકો પાસેથી ભિક્ષા માગતા હોય છે. જેને લઈને હવે ભવિષ્યમાં ભિક્ષુકો પાછળ પડીને ભિક્ષા માગતા હોય તેવા દ્રશ્યો નહીં જોવા મળે. અથવા તો આગામી સમયમાં ભૂતકાળ બનશે. કારણ કે સરકાર આગામી સમયમાં ભિક્ષુક પ્રોજેકટને લઈને ચર્ચાની કાર્યવાહી ચાલી રહી છે.

રાજ્ય સરકારનારાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ ભિક્ષુક પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી જણાવ્યું હતું કે, રાજ્યના આવનારા થોડા દિવસોમાં એક પણ ભિક્ષુકો જોવા નહીં મળે, કારણ કે, રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ ભિક્ષુક મુક્ત પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મહાકાળી જેવા મોટા યાત્રાધામોમાં આ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં એટલે લાગુ થશે. ઉપરાંત રાજપીપળા ખાતે પાયલોટ પ્રોજેક્ટ અમલી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના અલગ અલગ વિભાગની 10 જેટલી એજન્સીઓ દ્વારા યાત્રાધામ અને પ્રવાસન સ્થળો પર ભિક્ષુક પર સર્વે કરીને તમામ ભિક્ષુકોને રેન બસેરાની જેવું એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી જે તે જિલ્લામાં ભેગા કરવામાં આવશે. ત્યારબાદ તેઓને સ્વચ્છ કપડાં, રહેવાની સુવિધા અને કાઉન્સિલિંગ કરવામાં આવશે.

રોજ બે ટાઈમ ભોજન, નવા કપડા, દર મહિને વાળ કપાવવા તથા દાઢી, જીવનજરૂરી ચીજવસ્તુઓની આપવામાં આવશે. આ ઉપરાંત રસીકરણ મતદાર યાદીમાં નામ દાખલ કરવું, સુધારો કરવો, નવું ચૂંટણી કાર્ડ મેળવવું, આવકનો દાખલો, દિવ્યાંગ પ્રમાણપત્ર, દિવ્યાંગ ઓળખકાર્ડ, જન ધન યોજના હેઠળ બેંક ખાતું, જાતિનો દાખલો અને લાયક બાળકોને શાળામાં દાખલ કરવાની કામગીરી પણ રાજ્ય સરકાર કરશે. જ્યારે ત્રણ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં પણ દાખલો અપાવશે. જ્યારે રોજગારલક્ષી તાલીમ આપીને તાલીમ લીધા પછી રોજગાર માટે તૈયાર કરાશે.

