HomeGujaratમોરબી જિલ્લાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોનો વધઘટ સરભર કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોનો વધઘટ સરભર કેમ્પ યોજાશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અલગ અલગ પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ સરભર કરવા બદલી કેમ્પ યોજવામાં આવે છે આ વર્ષે પણ રાજ્યની જે શાળામાં વિધાર્થીની સંખ્યાના પ્રમાણમાં નક્કી કરેલ શિક્ષકોની સંખ્યા કરતા વધુ શિક્ષકો હોય તો આવી શાળાઓમાં શિક્ષકોની વધ ઘટ સરભર બદલી કેમ્પ કરવા સુચના આપવામાં આવી છે. આ સૂચનાને પગલે મોરબી જીલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળા અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયક,શિક્ષકની સરભર બદલી કેમ્પનું તા 25 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ બદલી કેમ્પમાં H-TAT મુખ્યશિક્ષકને બદલી સમાવવામાં આવ્યા નથી. માળિયા તાલુકાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી કેમ્પ તા 25ના રોજ સવારે 9થી 10 દરમિયાન જયરે હળવદ તાલુકાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાનો બદલી કેમ્પ 10:30થી 11 :15 દરમિયાન,વાકાનેર તાલુકાનો કેમ્પ સવારે 11 :30થી 12 :30 દરમિયાન મોરબી તાલુકાનો કેમ્પ બપોરે 2 વાગ્યાથી 3 દરમિયાન તેમજ ટંકારા તાલુકા 3:૩0થી 5 દરમિયાન બુનિયાદી પ્રાથમિક શાળા વીસી પાસે ફાટક ખાતે રાખવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW