HomeGujaratમાળિયા પંથકમાં સિંચાઈ પ્રશ્ન ઉકેલવા સરકારે કેનાલ નેટવર્ક પાથરવા રૂ.38 કરોડની કરી...

માળિયા પંથકમાં સિંચાઈ પ્રશ્ન ઉકેલવા સરકારે કેનાલ નેટવર્ક પાથરવા રૂ.38 કરોડની કરી જાહેરાત

માળિયાના વવાણીયા ખાતે રામબાઈ જગ્યામાં પાટોત્સવ અને નવ નિર્મિત સભાખંડ ભોજનાલય સહીત વિવિધ કામના લોકાર્પણ માટે આવેલ સીએમ ભુપેન્દ્ર પટેલે માળિયા વિસ્તારને પાણીદાર બનાવવા કેનાલ નેટવર્ક સાથે જોડવાની ખાતરી આપી હતી. અને આ પંથકમાં પીવાના પાણીની જેમ સિંચાઈ યુક્ત બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી તો કામગીરી વિશે માહિતી આપતા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે પેટા ચુંટણી વખતે આ વિસ્તારના ખેડૂતોની માંગણી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી હતી અને મે રાજ્ય સરકારના મંત્રી તરીકે આપી હતી કે બ્રિજેશભાઈ વિજેતા બન્યા બાદ અહી કેનાલ થકી પાણી મળતું થશે સરકાર દ્વારા આ કામને મંજુરી મળી ગઈ છે અને આ વિસ્તારમાં કેનાલ નેટવર્ક વડે જોડવામાં આવશે તો આઅંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે માળિયા પંથકને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર દ્વારા 38 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે અને આં વિસ્તારના 1500 હેક્ટર વિસ્તારના આગામી 5 વર્ષમાં કેનાલ નેટવર્ક વડે પાણી આપવામાં આવશે બાદમાં ક્રમશ બીજા ગામને પણ જોડવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW