પાટીદાર સમાજના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં દર વર્ષે વૈશાખી પૂનમના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.કોરોના મહામારીના કારણે આ શોભાયાત્રા યોજાઈ ન હતી જોકે આ વર્ષે સ્થિતી રાબેતા મુજબ થતા ઊંઝાધામ ખાતે માતાજીની શોભાયાત્રા નીકળી હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઊંઝા ધામના કાર્યકરો તેમજ ભાવિક ભક્તો સહિતના જોડાયા હતા અને શોભાયાત્રામાં જોડાયા હતા.

