HomeGujaratશેરબજારે છ દિવસની સુસ્તીને તોડી, સેન્સેક્સેમાં 140 પોઈન્ટથી વધુનો ઉછાળો, નિફ્ટી પણ...

શેરબજારે છ દિવસની સુસ્તીને તોડી, સેન્સેક્સેમાં 140 પોઈન્ટથી વધુનો ઉછાળો, નિફ્ટી પણ લીલા નિશાન પર

સતત છ દિવસના ઘટાડા બાદ સપ્તાહના પ્રથમ કારોબાર દિવસે સોમવારે શેરબજારમાં સકારાત્મક શરૂઆત થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 78.13 પોઈન્ટ અથવા 0.15 ટકા વધીને 52,872 પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 14 પોઈન્ટ અથવા 0.09 ટકા નજીવો વધીને 15,796ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો.

હાલમાં સેન્સેક્સ 145 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી 57 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ લગભગ 1545 શેર વધ્યા, 479 શેર ઘટ્યા અને 91 શેર યથાવત રહ્યા. અગાઉ, શુક્રવારે, ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે, BSE સેન્સેક્સ 137 પોઈન્ટ ઘટીને 52,794 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી ઈન્ડેક્સ 26 પોઈન્ટ ઘટીને 15,782 પર બંધ થયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW