HomeGujaratટંકારાના ગામડામાં ચોમાસા પહેલા ચેકડેમ રીપેર કરવા માગ:સીએમને રજૂઆત

ટંકારાના ગામડામાં ચોમાસા પહેલા ચેકડેમ રીપેર કરવા માગ:સીએમને રજૂઆત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ડેમી 2 ડેમના નીચાણવાળા ગામ જેવા કે નાના રામપર,નસીતપર,મહેન્દ્રપુર,ઉમિયાનગર સહિતના ગામ આવે છે તો આ નીચાણવાળા ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ગ્રામજનો તેનો ઉપયોગ સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાત માટે કરી શકે તે માટે અગાઉ રાજ્ય સરકાર દ્વારા ચેકેડેમ બનાવવામાં આવ્યા હતા જોકે દર વર્ષે ડેમમાંથી મોટા પ્રમાંણમાં પાણી છોડવાના કારણે તેમજ ચેક ડેમ બન્યાને વધુ વર્ષો થયા હોવાથી અનેક ચેક ડેમ જર્જરિત થઇ ગયા છે જેના કારણે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો નથી આ કારણસર નાના રામપર ગામના ખેડૂત આગેવાન યશવંતસિંહ જે ઝાલાએ મહેન્દ્રપુર પાસે તેમજ આસપાસના નાના મોટા ચેકડેમ રીપેર કરવા માગણી કરી હતી અને આ બાબતે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW