મોરબીના ત્રણ લવરમુછીયા યુવાનોએ ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી પોશ એરિયામાં રહેતી એક સગીરા સાથે મિત્રતા કેળવી હતી બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેના બીભત્સ ફોટો અને વિડીયો ઉતારી બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યું હતું એકવાર સગીરાએ ડરના માર્યા રૂપિયા પણ આપી દીધા હતા જોકે આરોપીઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ અવાર નવાર બ્લેકમેઈલ કરવાનું શરુ કરતા અંતે સગીરાએ સમગ્ર વાત પરિજનોને કરતા પરીજનોએ ત્રણ શખ્સ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે અગાઉ સો ઓરડી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ શીરોહિયા વિસીપરા વિસ્તારમાં રહેતા આર્યન શબ્બીર સોલંકી ને અગાઉ ઝડપી લીધા હતા અને તા.13 સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.આ પ્રકરણમાં પોલીસે મોરબીના રાજનગર વિસ્તારમાં રહેતા હર્ષ કાંતિભાઈ સાણદિયાને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

