HomeGujaratહળવદમાં 10:45 સુધી કિસાન સુવિધા કેન્દ્ર ન ખુલતા ખેડૂતોની લાંબી લાઈન લાગી

હળવદમાં 10:45 સુધી કિસાન સુવિધા કેન્દ્ર ન ખુલતા ખેડૂતોની લાંબી લાઈન લાગી

ચોમાસું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. ખેડૂતો હવે નજીકના કિસાન સેવા કેન્દ્ર ખાતે ખાતર લેવા આવી જઈ રહ્યા છે ત્યારેં આજે હળવદ ખાતે આવેલ કિસાન સુવિધા કેન્દ્ર ખાતે ખેડૂતો ખાતર લેવા પહોચ્યા ગ્રામ્ય વીસ્તારમાંથી ખેડૂતો વહેલી સવારે લાઈનમાં લાગી ગયા હતા જોકે 10:45 સુધી કિસાન સુવિધા કેન્દ્ર ન ખુલતા ખેડૂતોની હાલત કફોડી બની હતી.

ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં રહેવા છતાં કેન્દ્ર ન ખુલતા ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી ગઈ હતી. કેન્દ્રની આવી લાલીયાવાડી સામે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી કાર્યવાહી કરવા માગણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW