HomeGujaratCentral Gujaratઆદિવાસીઓના વિશેષાધિકારને મોદી સરકાર છીનવી રહી છે: રાહુલ ગાંધી

આદિવાસીઓના વિશેષાધિકારને મોદી સરકાર છીનવી રહી છે: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણ સવારે દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કરતા રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના નેતાઓ આદિવાસી સમાજના વિશેષ અધિકારોને છીનવવાનું કામ કરી રહી છે. સાથે સાથ આદિવાસીઓની ઓળખ અને સંસ્કૃતિને મોટા પાયે નુકશાન પહોંચાડી રહી છે.

ભારત દેશના બંધારણે આદિવાસી ભાઈ-બહેનોને આપેલા વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત સંસદ, ધારાસભા અને સડક પર લડત આપી રહ્યો છે. ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે.

મનરેગા, જંગલની જમીનના અધિકાર સહિત અનેક કાયદાનું ગુજરાતની ભાજપ સરકાર અમલ કરતી નથી અને જ્યાં દેખાવ પુરતી યોજના કરે તો તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપના મળતીયા કરી રહ્યાં છે. મનરેગામાં ઓછુ વેતન, કામના ઓછા કલાકો, કામના ઓછા દિવસો સહિત મોટા પાયે આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેનેે આદિવાસી સમાજના ભાઈ-બહેનોના હક્ક – અધિકારને પુન: સ્થાપિતકરવા રાહુલે હાંકલ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW