HomeNational1321 કિલો ચાંદીની ચોરી પોલીસે ઝડપી, એક આરોપી ગુજરાતનો

1321 કિલો ચાંદીની ચોરી પોલીસે ઝડપી, એક આરોપી ગુજરાતનો

રાજસ્થાનના બિછીવાડા જિલ્લા પોલીસે એક મોટું ઑપરેશન પાર પાડતા આગ્રાથી ગુજરાત જઈ રહેલી બસમાંથી પોલીસે 1321 કિલો ચાંદી જપ્ત કરી લીધી છે. આ સાથે રાજસ્થાન પોલીસે આ કેસમાં ડ્રાઈવર, ક્લિનર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે. આગ્રાથી ગુજરાત જઈ રહેલી એક ટ્રાવેલ્સની બસમાંથી આ ચાંદી પકડાઈ છે.

જેની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. બસમાં એક ચોરખાનું બનાવીને આ ચાંદી છુપાવવામાં આવી હતી. પોલીસે બસ સહિત ચાંદી તેમજ કેટલીક રોકડ જપ્ત કરી લીધી છે. આ ચાંદી કોણે મંગાવી એ અંગે વિગત સામે આવી નથી. બસ રતનપુર બોર્ડર પર પહોંચી ત્યારે પોલીસે બસને અટકાવી હતી. પહેલી વખત જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે બસમાંથી કંઈ મળ્યું ન હતું.

બસની નીચેની બાજું તપાસ કરવામાં આવી ત્યારે સ્પેર વ્હીલની નીચે એક બોક્સ જોવા મળ્યું હતું. જે અંદરની બાજુ હોવાથી સીધી રીતે નજરે ચડે એમ ન હતું. આ બોક્સ પર પોલીસને આશંકા ગઈ હતી. પોલીસે આ બોક્સ ખોલાવ્યું હતું. એટલું જ નહીં બસમાં અંદર સીટની નીચે પણ એક બોક્સ તૈયાર કરાયું હતું. જેમાં કેટલાક પાર્સલ બોક્સ હતા. મોટા પેકેજ પણ હતા. આમ કેસમાં પોલીસે ધર્મેન્દ્રસિંહના પુત્ર શેરસિંહ પરમાર (રહે. રેવિયાપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બસેડી, ધૌલપુર), લકદીરના પુત્ર મગન રબારી (રહે. અમરાઈ વાડી, અમદાવાદ), નારાયણલાલના પુત્ર અમરા ખરાડી (રહે. ઝિંઝવા, બિછીંવાડા)ની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW