HomeGujaratદંપતીના ઝઘડામાં ૮ માસનું બાળક વિખુટુ પડયુ, 181એ પતિ-પત્ની વચ્ચે સમાધાન...

દંપતીના ઝઘડામાં ૮ માસનું બાળક વિખુટુ પડયુ, 181એ પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું

વાંકાનેર તાલુકામાંથી એક પીડિત મહિલાએ મહિલા 181 અભયમ પાસેથી મદદ માગી હતી. જેમાં મહીલાનો પતિ તેના આઠ માસના બાળકને લઈને જતા રહ્યા છે.અને તેના પતિ કે પુત્રનો કોઈ પત્તો લાગતો નથી. કોલના આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતાનાં લગ્નને ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં આઠ માસનું નાનું બાળક છે. સાસરીમાં અવાર નવાર નાની નાની બાબતોમાં થતા ઝઘડાથી કંટાળીને આઠ માસના બાળક સાથે પિયરમાં આવેલ હતા. ત્યારે તેમના પતિ તેને સાસરીમાં તેમને લેવા આવ્લયા હતા.પરંતુ ઘરમાં વારંવાર ઝઘડાઓ થતા હોય જેથી તેઓ કંટાળી ગયા હોય અને ફરી સાસરીમાં પાછા જવા માંગતા ન હતા તેથી તેના પતિ તેના આઠ માસના નાના બાળકને લઈને જતા રહ્યા છે તેનું બાળક સ્તનપાન જ કરતું હોવાથી વધારે ચિંતિત જણાતા હતા ત્યારબાદ પીડિતાને આશ્વાસન આપી, તેના સાસરીમાં સાથે લઈ જઈ ત્યાં બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કરી નાના બાળક અને ઘરમાં થતાં નાના મોટા ઝઘડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવતા તેના પતિ એ રાજીખુશીથી બાળકને તેના પત્નીને સોપ્યો હતો. મધર્સ ડેના દિવસે માતાની હુંફથી વંચિત આઠ માસના નાના બાળકને તેની માતા સાથે પુન:મિલન કરાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW