રવિન્દ્ર જાડેજાએ પહેલા કેપ્ટનશિપ છોડી અને હવે તેને ટીમમાંથી બહાર કરતા ઘણા તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જોકે, ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જાડેજાને પ્લેઈિંગ ઈલેવનની બહાર રાખવાનું કારણ તેનું ફીટ ન હોવું જણાવ્યું છે.રવિન્દ્ર જાડેજા સીઝનની શરૂઆતમાં ટીમનો કેપ્ટન હતો. તેની કેપ્ટનશિપમાં ટીમની શરૂઆત સારી ન રહી. ચેન્નઈને પહેલી ચાર મેચમાં હાર મળી.
મહેન્દ્ર સિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાનું કારણ પણ જણાવ્યું છે. ધોનીનું કહેવું છે કે, જાડેજા ફિટ નથી અને એ કારણે નથી રમી રહ્યો. જોકે, તે કેમ ફિટ નથી કે તેને શું થયું છે, તે અંગે મહેન્દ્ર સિંહ ધોનીએ કોઈ જાણકારી નથી આપી. દિલ્હી કેપિટલ્સની ટીમમાં પણ એક ફેરફાર કરાયો હતો. મનદીપ સિંહના સ્થાને શ્રીકર ભારતને ટીમમાં સ્થાન મળ્યું છે. આ સીઝનમાં તે પહેલી વખત રમી રહ્યો છે.

જાડેજા બોલિંગ અને બેટિંગની સાથે જ ફિલ્ડિંગમાં પણ ઝઝૂમી રહ્યો હતો અને હવે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવાયો છે.

