રાજ્યભરમાં નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરી યુવા પેઢીને બદબાદ કરવાનું કાવતરું કરતા શખ્સોને પકડી મુદામાલ કબજે કરવા રાજ્યભરમાં ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ એસપી રાહુલ ત્રિપાઠી ની સૂચનાથી એન.ડી.પી.એસ. શોધવા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ પી.જી.પનારા તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ દ્વારા તજવીજ હાથ ધરી હતી દરમ્યાન ગત રવિવારના રોજ પોલીસ હેડ કોન્સ મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે ઇકબાલભાઇ ફતેમહમદભાઇ મોવર મિયાણા ઉ.વ.૪૫ રહે.હાલ લાયન્સનગર મોરબી-૨ મુળ રહે.અંજીયાસર તા,માળીયા (મિ) વાળો પોતાના લાયન્સનગર વિસ્તારમાં આવેલ ભોગવટાના મકાનમાં ગેર-કાયદેસર કેફી પદાર્થ ગાંજાનુ વેચાણ કરે છે.ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી કરતા આરોપી ઇકબાલના કબ્જામાંથી રૂ.54,300ની કિંમતનો 5 કિલો 430 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જ્યારે પોલીસે આરોપી પાસેથી 5.430કી.ગ્રા ગાંજો અને મોબાઇલ 1 રોકડા રૂ 12,500 તથા એક ડીજીટલ વજન કાંટો તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂ.72,400રૂ.-નો મુદામાલ કબજે કર્યો હતો આરોપીની પૂછપરછ કરતા આ જથ્થો આરોપી ગુલાબભાઇ રહે કતારગામ સુરત વાળો આપી ગયેલ હોય તેમ જણાવતા બન્ને આરોપી વિરુધ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.કરાવેલ છે
આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.પોલીસ ઇન્સપેકટરશ્રી જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ પી.જી.પનારા તથા પો.હેડ.કોન્સ સબળસિંહ સોલંકી તથા શેખરભાઇ મોરી તથા મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવીરસિંહ પરમાર તથા પો.કોન્સ સતિષભાઇ ગરચર તથા ભાવેશકુમાર મિયાત્રા તથા ડ્રા.પો.કોન્સ.અશ્વીનભાઇ લોખીલ રોકાયેલ હતા.

