મોરબીના લાલપર ગામની ઈન્ડીસન્ડ બેંકમાં કામ કરતી મહિલા બેંક કર્મી નેહા મનસુખ ગજ્જરે ગ્રાહકો ખાતામાં જતા રૂપિયા જમા કરવાના બદલે પોતાની પાસે રાખતા હતા બાદમાં એટીએમમાં જે રૂપિયા હોય તેમાંથી અમુક રકમ ઉપાડી ખાતેદારોના ખાતામાં નાખી દેતા હતા આમ બેન્કિંગ ટ્રાજેક્શનમાં ગોલમાલ કરી નેહા ગજ્જરે રૂ 15 લાખની ઉચાપત કરી હતી. રાજકોટની ઉચ્ચ વિભાગ દ્વારા આ અંગે ઇન્સ્પેક્સન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવતા ક્લસ્ટર મેનેજરે મહિલા કર્મચારી દ્વારા 15 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોધાવી હતી જે અંગે તપાસ કરતા બેંક મેનેજરની ભૂમિકા પણ શંકાસ્પદ લાગતા તેને પણ આરોપી તરીકે ઉમેરી આજે બન્નેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
કેવી રીતે કરતા હતા ઉચાપત
મહિલા કર્મચારી પાસે ગ્રાહકોના રૂપિયા ખાતામાં જમા લેવા તેમજ એટીએમમાં ઉપાડ જમા અંગેનો હિસાબ રાખવા અને મેન્ટેન કરવાની જવાબદારી હતી અને અગાઉ અન્ય બેંકમાં કામ કર્યું હોવાથી અ કામગીરી અંગે લાંબા સમયથી જાણકારી હતી અને બેંકમાં ચેકિંગ કેવી રીતે થાય છે તે અંગે પણ માહિત ગાર હતી જેથી છટકબારી શોધી કૌભાંડ કરતી હતી મહિલા કર્મી જયારે કોઈ ગ્રાહક મોટી રકમ ખાતામાં જમા કરવા આવે તો તમામ રકમ જમા કરવાને બદલે અમુક રકમ પોતાની પાસે રાખી લેતી હતી બાદમાં એટીએમના જયારે હિસાબ લેવાનો હોય તો તેટલી રકમ ફરી જે ખાતેદાર જમા કરવા આવ્યો હોય તેના ખાતામાં જમા કરી દેતી હતી જયારે એટીએમનું ચેકિંગ કરવાનો સમય હોય તો ગ્રાહકોના રૂપિયા તેમાં મૂકી દેતી જોકે એટીએમ મશીનના ટ્રાંજેકશનનું ચેકિગ ખુબ ઓછું થતું હોવાથી કોઈને શંકા જતી ન હતી અને તેનો લાભ લઇ છેલ્લા 5થી 6 મહિનાથી આ કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું હતું
શા માટે કરી છેતરપીડી
મહિલાની પુછપરછ કરતા મહિલાએ મોજશોખ કરવા અલગ અલગ લોકો પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા જેથી દેવું થઇ જતા તે દેવું ભરવા તેમજ બાકીના રૂપિયા મોજશોખમાં ઉડાડવા છેતરપીડી કરી હતી/

