HomeGujaratસુરતઃAAP-BJPના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ધીંગાણામાં 16 કાર્યકર્તાઓ સામે ફરિયાદ

સુરતઃAAP-BJPના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ધીંગાણામાં 16 કાર્યકર્તાઓ સામે ફરિયાદ

સુરત શહેરના ભાજપ કાર્યાલય સામે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે સોમવારે ઝપાઝપી થઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઈજા પહોંચી હતી. ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કરવા આવેલા આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને જાહેરમાં ઢોર માર માર્યો હતો. એવામાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત 16 કાર્યકર્તાઓ સામે ઉધના પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે.

ગત રવિવારે સુરત મનપાની સામાન્ય સભા દરમિયાન વિપક્ષ આપના કોર્પોરેટરોને માર્શલો અને પોલીસે પકડીને જબરદસ્તીથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને માર મારવામાં આવ્યો હતો અને મહિલા કોર્પોરેટરના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. આ બનાવાનો વિરોધ કરવા સોમવારે બપોરે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના 15થી 20 જેટલા કાર્યકરો સાથે ઉધના સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ ગઇ હતી. જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ ગુંડાગર્દી કરી આપના કાર્યકર્તાઓને ગડદાપાટું માર્યા હતા જેનો વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે. ત્યાર બાદ પોલીસે ગોપાલ ઈટાલીયા સહીત આપના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સુરતનો વીડિયો ટ્વીટર પર શેર કહ્યું હતું કે આ ગુંડા લફંગાઓને જુઓ, ખુલ્લેઆમ મારપીટ કરી રહ્યા છે. આ લોકોએ દેશમાં ગુંડાગર્દી ફેલાવી રાખી છે. શું આ રીતે દેશ આગળ વધશે? આ લોકો ક્યારેય તમારા બાળકોને સારું શિક્ષણ કે રોજગારી નહિ આપે, કેમકે આ લોકોને રાજનીતિ માટે બેરોજગાર ગુંડા-લફંગા જોઈએ છે. બધા દેશભક્ત યુવાનોએ આની સામે અવાજ ઉઠાવવો જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW