HomeGujaratમોરબીમાં પ્રેમ સંબંધની આશંકા રાખી યુવતીના પરીજનોએ યુવકની કરી...

મોરબીમાં પ્રેમ સંબંધની આશંકા રાખી યુવતીના પરીજનોએ યુવકની કરી હત્યા

મોરબીના મહેન્દ્રનગર ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પરિવારજનોએ યુવાનને માર મારતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવત નામના 21 વર્ષના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધની આશંકા રાખી યુવતીના પરીજ્નોએ ઢોર માર માર્યો હતો.ગંભીર હાલતમાં મીતેશને પ્રથમ મોરબી હોસ્પીટલમાં ખસેડાયો હતો જોકે સારવાર કારગત ન નીવડતા રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો જોકે રાજકોટ હોસ્પિટલમાં પણ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ રાજકોટ પહોચી હતી અને મૃતકના પરિજનોની ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW