HomeGujaratસુરતઃબસ ડ્રાઈવરને ખેંચ આવતા કાર-બાઈક સાથે અકસ્માત,ઘટના CCTVમાં કેદ

સુરતઃબસ ડ્રાઈવરને ખેંચ આવતા કાર-બાઈક સાથે અકસ્માત,ઘટના CCTVમાં કેદ

સુરતમાં સીટી બસનો એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પેસેન્જરથી ભરેલી સીટી બસના ડ્રાઈવરને ચાલુ બસે ખેંચ આવતા તેણે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે બસ એક કાર અને બે બાઈકને ટક્કર મારી એક હોટેલમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આ અકસ્માત સીસીટીવી કેમેરમાં રેકોર્ડ થઇ ગયો હતો જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.

કારને ટક્કર માર્યા બાદ બસ હોટલમાં ઘૂસી ગઈ.


 ઘટનાની મળતી માહિતી મુજબ આજે સુરત શહેરના દિલ્હી ગેટ સ્ટેશન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સિટી બસ નંબર ૧૨૬ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી સ્ટેશન તરફના રોડ પર જઈ રહી હતી, ત્યારે અચાનક ખેંચ આવતા ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી બસ કાર અને બે બાઈકને ટક્કર મારી હોટલમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન એકાએક જ આ ઘટના બનતાં લોકો આસપાસના મોટી સંખ્યામાં એકત્રીત થઈ ગયા હતા. હોટેલની બહાર પાર્ક કરાયેલી કારમાં કોઈ બેઠું ન હતું આથી જાનહાની ટળી હતી. પરંતુ હોટેલ સાથે અથડાતા જોરદાર ધક્કો લાગવાને કારણે બસમાં બેઠેલા પેસેન્જરોને સામાન્ય ઇજા થઇ હતી. ડ્રાઈવર બેભાન અવસ્થામાં હતો. ડ્રાઈવર સહીત ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW