HomeGujaratમોરબી:બેંકની કર્મચારીએ એટીએમમાં રાખેલ રૂ 15 લાખની કરી ઉચાપત

મોરબી:બેંકની કર્મચારીએ એટીએમમાં રાખેલ રૂ 15 લાખની કરી ઉચાપત

મોરબીના ઈન્ડીસિન્ડ બેંકની લાલપરમાં ફરજ બજાવતા નેહાબેન ગજ્જરને એટીએમમાં રાખેલા રૂપિયાની જવાબદારી સોપવામાં આવી હતી. મોરબી બ્રાંચના મેનેજર અમરશીભાઈ પટેલ ઇન્સ્પેકશન માટે ગયા હતા જે દરમિયાન બેંક કર્મીએ તેમને એટીએમની સ્લીપ આપી હતી તેમાં રૂ 14 200 બેલેન્સ લખેલ હતી જયારે એટીએમમાં તપાસ કરતા રૂ 6700 જ હતી તેમજ કસ્ટમર રીજેકશન ટ્રાજેક્શનના રૂ 2500 મળેલ હતા જે બાદ તેઓ ફરી એકવાર ચેકિંગ બેંક મેનેજર ઓડીટર સહીત ત્રણ કર્મચારી બ્રાંચ વિઝીટમાં ગયા હતા, અને એટીએમ વેરીફીકેશન કરતા 30 એપ્રિલના રોજ એટીએમ બેલેન્સ રૂ 33,88,200 હતી જયારે કેસ વેરીફીકેશન કરતા રૂ 18,88,200 હતા તેમજ કસ્ટમર રીજેકશન ટ્રાજેક્શનના રૂ 3000 હતા જયારે રૂ 15 લાખ જેટલી રકમ ઘટતા તે અંગે પુછપરછ કરતા આ રકમ તેને પોતાના અંગત ઉપયોગ કર્યો હોવાનું જણાવતા આ અંગેનો રીપોર્ટ ઉચ્ચ ક્ક્ષાએ કર્યો હતો જે બાદ રાજકોટ ખાતે ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ માંકડે તાલુકા પોલીસ મથકમાં નેહાબેન ગજ્જર વિરુદ્ધ રૂ 15 લાખની ઉચાપતની ફરિયાદ નોધાવી છે બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW