મોરબીના લીલાપર નજીક આવેલ પેટ્રોલપંપમાં બે દિવસ પહેલા બાઈકમાં એક મહિલા અને બે પુરુષ પેટ્રોલ ભરવાના બાહને આવી પહોચ્યા હતા. અને કર્મચારીઓની નજર ચૂકવી રૂ 1.03 લાખ રોકડ ભરેલ થેલાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ બનાવમાં તાલુકા પોલીસે ફરિયાદ નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આ બનાવમાં તાલુકા પોલીસે પીન્ટુ ઉર્ફે અજય કમાભાઈ મેથાણીયા અને હરેશ જગુભાઈ અધારીયાને ઝડપી લીધા અને તેમની પાસેથી રૂ 82,900 રોકડ અને જીજે 3 ઈ.જે.6665 નંબરનું બાઈક અને 4 મોબાઈલ સહીતનો મુદામાલ જપ્ત કર્યો છે.બનાવ અંગે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

